ગુજરાતી ગઝલસંપદા/ દાન વાઘેલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દાન વાઘેલા

શ્વાસોની આરપાર હવાથી વિશેષ હોય –
ત્યારે જ કોઈ યાદ, દુવાથી વિશેષ હોય!

શોધી શકાય એટલા રસ્તા અનેક હોય;
મૃત્યુનો માર્ગ રોજ, નવાથી વિશેષ હોય!

કાલે હતા આજે નથી–ની વાત ક્યાંક હોય;
શું થઈ ગયું? થશે, એ થવાથી વિશેષ હોય!

ખુલ્લી સફેદ આંખમાં, રંગીન સ્વપ્ન હોય –
તો જિન્દગીમાં દાન, જવાથી વિશેષ હોય.