ગુજરાતી ગઝલસંપદા/ મકરંદ મુસળે
Jump to navigation
Jump to search
મકરંદ મુસળે
આમ આવ્યો હતો, તેમ ચાલ્યો ગયો,
કોઈ જાણે નહીં, કેમ ચાલ્યો ગયો?
શ્વાસનું એક પીત્યું હતું ઓશીકે,
મૂકીને જેમનું તેમ, ચાલ્યો ગયો.
કંઈ જ લાવ્યો નહીં, કંઈ જ લીધું નહીં,
જેમ આવ્યો હતો, એમ ચાલ્યો ગયો.
જે અનુત્તર રહ્યા; ને અનુત્તર ગયા,
એ બધા પ્રશ્નની જેમ ચાલ્યો ગયો.
ક્યાં કશું છે નવું? કેમ સૌ સ્તબ્ધ છો?
જેમ સૌ જાય છે એમ ચાલ્યો ગયો.
સ્વર્ગની મહેફિલો મનભરી માણવા,
હા ગઝલનો એ હાકેમ ચાલ્યો ગયો.