ગુજરાતી ગઝલસંપદા/ વિવેક મનહર ટેલર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવેક મનહર ટેલર

એકધારા શ્વાસ ચાલુ છે હજી,
જિંદગી! અભ્યાસ ચાલુ છે હજી.

સૂઈ જા, ચાદર! હવે સળ નહિ પડે,
સાંજનો કંકાસ ચાલુ છે હજી.

કોકની છાયા પડી ગઈ છે કે શું?
બેઉમાં ખગ્રાસ ચાલુ છે હજી.

હું હજી સમશાનથી નીક્ળ્યો નથી,
રુક જરા! સંન્યાસ ચાલુ છે હજી.

છત તળે સૂરજ હજી ડૂબ્યો નથી
કમસેકમ સહેવાસ ચાલુ છે હજી.

ક્હાનજી! અડધે મૂકીને ચાલ્યા ક્યાં?
ભીતરે તો રાસ ચાલુ છે હજી.

મટકી તો ફૂટી ગઈ છે ક્યારની,
તોય હર્ષોલ્લાસ ચાલુ છે હજી?