ગુજરાતી ગઝલસંપદા/ સૌમ્ય જોશી
Jump to navigation
Jump to search
સૌમ્ય જોશી
વર્ષો પછીથી આજ શાયરી કહેવાઈ ગઈ,
મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઈ ગઈ.
તીવ્રતા બુઠ્ઠી થઈ ને ગાલગાના બંધનો,
બેડીઓનો દેશ છે ને કરવતો ખોવાઈ ગઈ.
એ જ ગઝલો, એ જ લોકો, એ જ અધૂરાં સ્વપ્ન બે
કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઈ ગઈ.
શું કરું, મારા રુદનની સાબિતીનું શું કરું?
એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ ગઈ.
આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું,
એક નદી મારા સુધી આવી ને ફંટાઈ ગઈ.