ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અંતરાય
Jump to navigation
Jump to search
અંતરાય
રામનારાયણ વિ. પાઠક
અંતરાય (રામનારાયણ વિ. પાઠક; ‘દ્વિરેફની વાતો’ ભાગ-૩, ૧૯૪૨) દમણિયા ફરામરોઝવાળાના કુટુંબમાં જન્મનાર દરેકને જન્મથી જ દાઢીની કોર પર એક ખાડો રહેતો પરંતુ એ જ કુટુંબની પીલાંને અવતરેલા બાળક પર એ ખાડો ન જોતાં પીલાં, પતિ કાવસ અને સાસુ શંકા કરશે એવી ગ્રંથિથી ચાલે છે અને પતિપત્ની વચ્ચે એક અંતરાય ઊભો થાય છે. આ વાર્તામાં દંપતીમાનસનાં સંચલનો સારાં ઝિલાયાં છે.
ચં.