ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અનુરાધા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અનુરાધા

વર્ષા અડાલજા

અનુરાધા (વર્ષા અડાલજા; ‘ગુજરાતી નવલિકાચયન’ : ૧૯૯૯ સં. યોગેશ જોષી, ૨૦૦૧) જેની સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં એ અનંગથી છૂટાછેડા લઈ પિયરઘરે પાછી આવેલી અનુરાધા, સૌ એને સાચવે છે છતાં પોતીકાપણું અનુભવતી નથી. પુનર્લગ્નની દરખાસ્ત નકારી એ સોશ્યલ વર્કમાં ડિપ્લોમા કરે છે અને હૉસ્ટેલમાં રહેવા જાય છે. હૉસ્ટેલના રૂમમાં સામાન વચ્ચે તે પોતાને પણ સામાન સમી અનુભવે છે. સ્વતંત્ર જીવન જીવવા ઇચ્છતી સ્ત્રીના જીવનની આ ક્ષણો સ્પર્શક્ષમ રીતે આલેખાયેલી છે.
પા.