ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આંસુની મૂર્તિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
આંસુની મૂર્તિ

ધૂમકેતુ

આંસુની મૂર્તિ (ધૂમકેતુ; ‘તણખા’ મંડળ-૨, ૧૯૨૮) વિધવા ગુલાબભાભી, વીશીનાં માલિક જેઠ-જેઠાણીના અસહ્ય સિતમને લીધે ઘર છોડીને ભાગી જાય છે. દલાલોને હાથે વેચાઈ વેશ્યાજીવન જીવતી ગુલાબને, વીશીમાં જમવા આવતો વિદ્યાર્થી રસિકલાલ નિર્વ્યાજ પ્રેમની દુહાઈ આપી પોતાને ઘેર લઈ જાય છે. આવું આદર્શોન્મુખ નિરૂપણ કરતી વાર્તાનાં પાત્રો વર્ગપ્રતિનિધિત્વ કરનારાં છે.
ર.