ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આગંતુક (૨)
Jump to navigation
Jump to search
આગંતુક
સુધીર દલાલ
આગંતુક (સુધીર દલાલ, ‘વ્હાઈટ હોર્સ’, ૧૯૭૦) જજ-પતિની રાહ જોતી બિન્દુ વરસાદમાં પલળતા અજાણ્યા માણસને વરંડામાં ઊભા રહેવા કહે છે. સતત વરસાદને લીધે રાત રોકાઈ ગયેલો એ માણસ, ઘરમાં કોઈ પુરુષ નથી એવી જાણ થતાં એનું પોત પ્રકાશે છે અને બિન્દુ ઉપર હુકમ ચલાવે છે. જજસાહેબ પાછા આવતાં ચાલ્યો ગયેલો આ માણસ સ્ત્રીઓની લાજ લૂંટનારો નામીચો ગુનેગાર ‘રાણો’ તો નહોતો જ - એવું મન મનાવવા મથતા જજને એમની શંકા પરાસ્ત કરે છે. વ્યક્તિ-મનનો પલટો વાર્તામાં રોચક રીતે નિરૂપાયો છે.
ચં.