ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આભલાનો ટુકડો
Jump to navigation
Jump to search
આભલાનો ટુકડો
જયંતિ દલાલ
આભલાનો ટુકડો (જયંતિ દલાલ; ‘આ ઘેર પેલે ઘેર’, ૧૯૫૬) પોતાના સુખને ભોગે સામા પાત્રના સુખનો વિચાર વધુ કરવો એ દાંપત્યજીવનની પ્રસન્નતાની આધારશિલા છે એ ખ્યાલ પર રચાયેલી આ વાર્તામાં રમણની નોકરી છૂટી જતાં પતિ-પત્ની મોંઘા ભાડાનું મકાન છોડી સસ્તા ભાડાનું મકાન રાખે છે. ત્યારે દક્ષા હઠ કરીને સીધો દાદર અને પાણી ચડાવવાની તકલીફ છતાં ત્રીજે માળે આવેલી રૂમ ભાડે રાખે છે કારણ કે રમણને આકાશ જોઈ શકાય એવું ઘર પસંદ હતું. કૃતિના અંતમાં આવતી ઍરિયલના વાંસની ઘટના દક્ષાની સમજણને પ્રગટ કરે છે અને બન્નેના દાંપત્યપ્રેમને વધુ ઘનિષ્ઠ બનાવે છે.
જ.