ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આલંબન
આલંબન
હસિત બૂચ
આલંબન (હસિત બૂચ: ‘આલંબન’, ૧૯૬૮) અંતુના આકર્ષણે માબાપ અને ઘર છોડીને નીકળેલી નાયિકાના મનમાં બધું ત્યજીને નીકળી જવાનો અપરાધ ઘૂંટાયા કરતો હોય છે, ત્યારે અંતુનાં ઘર અને માનો સધિયારો એને એમાંથી ઉગારે છે. કથાનક નાયિકાનાં મનોવલણોની છબીઓ પર સ્થિર થયું છે.
ચં.