ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આ ઘેર પેલે ઘેર
આ ઘેર પેલે ઘેર
જયંતિ દલાલ
આ ઘેર પેલે ઘેર (જયંતિ દલાલ; ‘આ ઘેર પેલે ઘેર’, ૧૯૫૬) ત્યક્તા સવિતાને મુખે કહેવાયેલી આ વાર્તા ત્યક્તા નારીનાં સ્વમાન અને વેદનાને વાચા આપે છે. પુલિને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા છતાં સવિતાને કોઈ દુઃખ ન પડે એ માટે ઘર, ઘરેણાં, સંપત્તિ બધું આપ્યું પરંતુ સવિતાનો સ્વમાની સ્વભાવ આવા પરોપકાર હેઠળ દબાઈને જીવવાનું પસંદ નથી કરી શકતો એટલે પોતાના બળ પર જીવવા તે પતિની સંપત્તિનો ત્યાગ કરી ચાલી નીકળે છે. પુત્ર વિક્રમનું પાત્ર સવિતાની વેદનાને ધાર આપવા સરસ રીતે પ્રયોજાયું છે.
જ.