ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઊભરો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઊભરો

દીપક રાવલ

ઊભરો (દીપક રાવલ; ‘ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ’, સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) ગામધણી દરબાર નાનભાને ત્રણ ત્રણ લાંઘણ થઈ છે. વાણિયો જો ઉધાર આપે તો ચા પીવાના મનસૂબા સાથે એ ચા-મોરસ લેવા જાય છે. કરગરીને મેળવેલાં ચા-મોરસ લઈને પાછા ફરતા બાપુ લઘુશંકા કરવા બેસે છે. પેશાબના ઊભરાને ચાના પાણીનો ઊભરો સમજીને બાપુ એમાં ચા-મોરસ નાખી દે છે. કોઈને કહેવાય નહીં, સહેવાય નહીં - એ સ્થિતિમાં ડેલીએ પહોંચી બાપુ રડી પડે છે ને ચશ્માં આંખે લટકી પડે છે. નાનભાની રજવાડી જિંદગીનો વિપર્યાસ અહીં લાઘવભેર સ-ચોટ નિરૂપાયો છે.
ર.