ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કડેડાટ
Jump to navigation
Jump to search
કડેડાટ
ઝવેરચંદ મેઘાણી
કડેડાટ (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ’, ૧૯૭૨) દરજણ દેરાણી-જેઠાણી સૂરજ અને સંતોક માની જણી બહેનો જેમ જીવતી હતી. લડાઈના સમયમાં ગામડું મૂકી લશ્કરના ડ્રેસ સીવવા મુંબઈ ગયેલા પતિ પાછળ ગયેલી એ બંનેમાંથી સૂરજ ક્ષયમાં પટકાઈ ગામ પાછી આવે છે. સંતોકના હાથની સેવાના ઓરતા સાથે સૂરજ કડેડાટ મૃત્યુ પામી છે. સંતોકને સૂરજની ચાકરી કરવાની મનાઈ એના પતિએ જ ફરમાવેલી એવી વિગત સાથે પૂરી થતી વાર્તામાં કડેડાટ તૂટી રહેલા માનવ્યનું નિરૂપણ સરસ રીતે થયું છે.
ર.