ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કમાઉ દીકરો

કમાઉ દીકરો

ચુનીલાલ મડિયા

કમાઉ દીકરો (ચુનીલાલ મડિયા; ‘ઘૂઘવતાં પૂર’, ૧૯૪૫) મૃત પુત્રની જગ્યાએ પોતાનું પિતૃવાત્સલ્ય પાડા રાણા પર ઢોળતો લખુડો અંતે એ જ કમાઉ દીકરા રાણાની ઉત્તેજિત કામવાસના ન સંતોષાતાં એના શીંગડે મોત પામે છે, એનો ચિત્તાકર્ષક ચિતાર આ વાર્તામાં અપાયો છે. ભેંશ દવરાવવાના ભાવતાલ સંદર્ભે માર્ક્સ અને અતૃપ્ત કામવાસના સંદર્ભે ફ્રોઈડની વિચારધારાઓ વાર્તામાં તાણાવાણા રૂપે ગૂંથાઈ છે.
ચં.