ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કાન
કાન
મધુ રાય
કાન (મધુ રાય; ‘રૂપકથા’, ૧૯૭૨) અહીં પોતાના એક જ કાનના માહાત્મ્યથી ઓળખાતા હરિયાની વ્યથાકથા તરંગની કક્ષાએ વિનોદપૂર્ણ રીતે આલેખાયેલી છે. એમાં એકાંગપ્રશસ્તિથી વ્યક્તિત્વનાં ઘણાં બધાં અંગો પરત્વે જન્મતી ઉપેક્ષા અંગેનો ઉપહાસ તાજગીથી નિરૂપાયો છે.
ચં.