ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કાયર

કાયર

સુધીર દલાલ

કાયર (સુધીર દલાલ; ‘વ્હાઈટ હોર્સ’, ૧૯૭૦) હડતાલમાં જોડાયેલા સાવંતને ગોળી વાગતાં એને બચાવવા દોડેલા જ્હૉન ડી’કોસ્ટા ઘાયલ થતાં નેતા બની જાય છે. વતન ગોવા જતી વેળા સહપ્રવાસી ઉપાધ્યાયને પોતે કેવો ડરકુ છોકરો હતો ને આજે પણ સભામાં માર પડવાની બીકે કેવો ભાગી આવ્યો છે તે વાત કહી ડી’કોસ્ટા હળવાશ અનુભવે છે. પોકળ પ્રસિદ્ધિને નકારવાને બદલે સ્વીકારી લેતાં એક જુદી જ કાયરતામાં શી રીતે કેદ થઈ જવાય છે - તેનું નિરૂપણ કરતી વાર્તા વિષયવસ્તુથી ધ્યાન ખેંચે છે.
ર.