ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કાળુભાઈના બાપ
કાળુભાઈના બાપા
સુરેશ ઓઝા
કાળુભાઈના બાપા (સુરેશ ઓઝા; ‘ફેમિલી આલબમ’, ૨૦૦૧) ચાની હોટલવાળા કાળુભાઈ લગભગ જડ અને એમના મેટ્રિક્યુલેટ બાપા બુદ્ધિશાળી અને વાતોડિયા છે. કાળુભાઈનો બધો વહેવાર મા સાથે. માનું અવસાન થતાં પરિસ્થિતિ બદલાઈ. બાપા અને વહુ વચ્ચે વાત થાય? બાપા ઘર બહાર જાય તો ક્યાં જાય? એવા સવાલોમાં ગૂંચવાતા કાળુભાઈ, બાપા અને વહુ વાંચેલાં છાપાંની વાતો કરે છે - એવું જાણતાં બેયની ઉપર નજર રાખવા માંડે છે. સસરા-વહુના સંબંધને તાકતી હોય એવી આ વાર્તા મૂળે તો સમાન રસરુચિવાળાં માણસો સામાજિક વિધિનિષેધોથી કેવાં અકળાય – એ સૂચવે છે.
ર.