ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ખ/ખંડ, ખૂણો ને ખાંચો
Jump to navigation
Jump to search
ખંડ, ખૂણો ને ખાંચો
જયંતિ દલાલ
ખંડ, ખૂણો ને ખાંચો (જયંતિ દલાલ; ‘યુધિષ્ઠિર?’, ૧૯૬૮) હસીના રેસ્ટોરાં પાસેના કમસીન પાનહાઉસના ખૂણા પાસે ‘લેંઘીદાસ’ કાળા ડગલાવાળા ભાઈના ખીસામાંથી પર્સ પડતી જુએ છે અને એને ઊંચકી પાછી આપવા જતાં કાળા ડગલાવાળો પર્સ એનું હોવાનો ઇન્કાર કરે છે. પોલીસ આવીને બંનેને ચોકીએ લઈ જાય છે. ‘લેંઘીદાસ’ ગાંઠ વાળે છે કે કોઈનું ભલું કરવા પણ કશું કરવું નહીં. ‘લેંઘીદાસ’, ખિસ્સાકાતરુ અને પોલીસના કથનમાં વિભક્ત થતું વાર્તાનું કથાનક રસપ્રદ છે.
ચં.