ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચાલ ને, મમ્મી ! આપણે પપ્પા બદલી નાખીએ!

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચાલ ને, મમ્મી ! આપણે પપ્પા બદલી નાખીએ!

ગુલાબદાસ બ્રોકર;

ચાલ ને, મમ્મી ! આપણે પપ્પા બદલી નાખીએ! (ગુલાબદાસ બ્રોકર; ‘પ્રેમપદારથ’, ૧૯૭૫) હવા ખાવાના સ્થળે રહેવા આવ્યા પછી પણ દરરોજ મુંબઈની આવ-જા કરતાં પપ્પાની તુલના, વાર્તાનો બાળ-નાયક એના દોસ્તને નિતનવાં સ્થળો બતાવતાં એના પપ્પા સાથે કરતાં, મમ્મીને પપ્પા બદલવાનું સૂચન કરે છે. મમ્મીના અરવ રુદનમાં એનો પ્રસ્તાવ ઓગળી જાય છે. વાર્તામાં નિરૂપિત બાળમાનસ ધ્યાનાકર્ષક છે.
ર.