ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચોથી શરત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચોથી શરત

જોસેફ મેકવાન

ચોથી શરત (જોસેફ મેકવાન; ‘સાધનાની આરાધના’, ૧૯૮૬) માના બજાણિયાના દીકરા નટુનું મન મુખીની દીકરી સોનલ સાથે મળ્યું છે પણ મુખી માનાને બોલાવી ચાર શરત મૂકી નટુને જીવતો જવા દે છે. સોનલની જાન ઊઘલે ત્યારે નટુએ સુંદરીના વેશે નાચવું – એ ચોથી શરત પૂરી કરતી વેળા ઢોલની દાંડી તાલ ચૂકે છે ને નટુ નીચે પછડાઈ મૃત્યુ પામે છે તો સોનલ સાસરે જઈ ઝેર ઘોળે છે. કિશોરવયના પ્રેમનું સાલસ નિરૂપણ કરતી વાર્તા લગીર પ્રસ્તારી બની છે.
ર.