ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/છ/છોટુ
છોટુ
સુમન શાહ
છોટુ (સુમન શાહ; ‘જેન્તી-હંસા સિમ્ફની’, ૧૯૯૨) જેન્તીને છોટુ અને તેની સાથે સહજતાપૂર્વક વાત કરતી પોતાની પત્ની હંસા વિશે શંકા જાગે છે. જેન્તીના ચિત્તમાં ઝિલાતી, છોટુ અને હંસાની નાની નાની ક્રિયાઓ વરવું રૂપ ધારણ કરે છે. એક વાર ઑફિસમાંથી અર્ધા દિવસની રજા લઈ જેન્તી અચાનક ઘેર પહોંચી જાય છે. એણે બતાવેલું તબિયતનું બહાનું હંસા પકડી પાડે છે. હંસાના જ સૂચનથી નાયક બીજા દિવસે રજા મૂકી, બાથરૂમમાં છુપાઈ, છોટુ શું કરે છે તે જોવા તૈયાર થઈ જાય છે. ભીરુ, રુગ્ણ, શંકાશીલ માણસના મનમાં નાની ઘટના કેવું મોટું રમખાણ ખેલી શકે એની અહીં કળાત્મક પ્રતીતિ છે.
પા.