ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/જ/જન્મ
Jump to navigation
Jump to search
જન્મ
રવીન્દ્ર પારેખ
જન્મ (રવીન્દ્ર પારેખ;‘સ્વપ્નવટો’, ૧૯૮૬) શંકરની મનોવિક્ષિપ્ત ચેતના ભવાઈમાં સ્ત્રીવેશ ભજવતાં ભજવતાં મિત્ર કાનજી સાથેના સમાગમથી પોતે સગર્ભા છે એવા મતિભ્રમ સુધી પહોંચે છે. વાસ્તવમાં એ ઉદરમાં કેન્સરની ગાંઠને ઉછેરતો હોય છે. આવું કથાનક અહીં કલાત્મક સંયોજનથી રસપ્રદ બન્યું છે.
ચં.