ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/જ/જમનાનું પૂર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જમનાનું પૂર

રામનારાયણ વિ. પાઠક

જમનાનું પૂર (રામનારાયણ વિ. પાઠક; ‘દ્વિરેફની વાતો’ ભાગ-૧, ૧૯૨૮) પોતાનો દીવો સૌથી આગળ જઈ સર્વને વિસ્મિત કરશે એવા મનોરથવાળી નારીનો મંદિરના શિખર પરથી પગ લપસે છે અને જમનાનું પૂર એને વહાવી જાય છે – એવા કથાનકની પ્રતીકાત્મકતા નોંધપાત્ર છે. વિશ્વયોજના અને અસ્તિત્વના ઘણા પ્રશ્નો એમાં નિહિત પડેલા જોઈ શકાય છે.
ચં.