ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/જ/જુગાર
Jump to navigation
Jump to search
જુગાર
રજનીકુમાર પંડ્યા
જુગાર (રજનીકુમાર પંડ્યા; ‘ચંદ્રદાહ’, ૧૯૮૯) કથાનાયક ડોક્ટર ન ખેલવા જેવા બે જુગાર ખેલે છે – એક તો સુધરાઈની ચૂંટણીમાં જેની સાથે ઠેરી ગઈ હતી એ પાનાચંદની દીકરી રક્ષાના પેટમાં પોષાતા કુકર્મનો નિકાલ કરવાનો અને બીજો, ‘હીણા’ કરમની એ જ રક્ષા પોતાના સગા ભત્રીજાના દીકરા નરેશ માટે યોગ્ય કન્યા છે - એવી ભલામણ કરવાનો! ડૉક્ટરના આવા માનવમૂલ્યની આડે એનાં પત્ની દયાબહેનનાં વહેવાર-ડહાપણને મૂકી વાર્તામાં સંઘર્ષ સરજ્યો છે. રક્ષાએ એના સચ્ચરિત્રથી વર અને ઘર બેય જીતી લીધાં છે અને એને ચોથો મહિનો જાય છે! એ વાતથી વાર્તા સુખાન્ત નીવડે છે.
ર.