ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/જ/જ્યોતિષી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જ્યોતિષી

જયંતીલાલ મહેતા

જ્યોતિષી (જયંતીલાલ મહેતા; ‘સુવર્ણ કેસૂડાં’, ૧૯૮૪) મિત્ર દરબાર અભેસિંહ બાપુને ત્યાં છ કુંવરીઓ પછી કુંવર અવતરશે એવી જ્યોતિષી રામશંકર રાજગોરની આગાહી સાચી પડે છે પરંતુ એ જ દહાડે, કાશી ભણવા મોકલેલો એમનો એકનો એક દીકરો શંકર રેલવે અકસ્માતમાં મૃત્યુ પામે છે. જ્યોતિષી જળસમાધિ લે છે. પાછળ રહેલી ગંગાડોશી રોજ સાંજે બારણાની સાંકળ ખખડતાં ખડકીને ખોલવા જાય છે - એવું કથાનક ગ્રામીણ વાતાવરણમાં નિયતિની સર્વોપરિતા ઉપસાવે છે.
ચં.