ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ટ/ટેકરી

ટેકરી

રામચંદ્ર પટેલ

ટેકરી (રામચંદ્ર પટેલ; ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા-૨’, સં. રઘુવીર ચૌધરી, ૧૯૯૯) કિશોર વયનો કથાનાયક ઘરની સામેની ટેકરીનાં કાળાં-ઊજળાં રૂપ જોતાં જોતાં યુવાન થયો છે. એ ટેકરી-રૂપો દ્વારા જીવન અને મૃત્યુનો સતત અનુભવ કરતો રહેલો અને સ્વજન મૃત્યુ પછી એકલવાયો અને નિરાધાર થઈ ગયેલો નાયક અંતે ટેકરીને ફૂલની છાબડી સમી અનુભવે છે. વાર્તાનું લલિત નિબંધગંધી ગદ્ય કથાભાષાથી દૂરનું છે.
ર.