ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ડ/ડચૂરો

ડચૂરો

કિરીટ દૂધાત

ડચૂરો (કિરીટ દૂધાત; ‘બાપાની પીપર’, ૧૯૯૮) પિતરાઈ ભાઈ જીવરાજનાં પત્ની પ્રભાભાભીનાં રૂપગંધથી પ્રભાવિત દિયર ભાભીના મૃત્યુ પછી ભાઈના મોંએ થવા જાય છે ને વિગત સ્મરણોનો માર્યો રડી પડે છે. ભાઈ એને આશ્વાસન આપે છે પણ સફળ ન થતાં, મોટેથી રડતા નાના ભાઈને લાફો મારી બેસે છે. વાર્તાનાયકનો ભાભી માટેનો લગાવ અને જીવરાજભાઈની ગુનાઇત વૃત્તિના તાણાવાણાથી રચાતી વાર્તા એનાં સૂક્ષ્મ નિરીક્ષણોથી ધ્યાનાર્હ બની છે.
ર.