ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/તમને ગમી ને?
તમને ગમી ને?
ઈવા ડેવ
તમને ગમી ને? (ઈવા ડેવ; ‘આગંતુક’, ૧૯૬૯) અહીં પોતાના રંગને કારણે વરનાં કેટલાંક કુટુંબીજનોને પોતે નથી ગમતી એ વાતની ઈલાને જાણ હતી છતાં નાયકની પ્રેમપ્રતીતિને સ્વાભાવિકતાથી સ્વીકારી ઈલા નાયકને આશ્ચર્યમાં મૂકી દે છે. કથાનક પ્રમાણમાં સુશ્લિષ્ટ છે.
ચં.
←