ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/દ/દીકરીયાળ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
દીકરીયાળ

જિતેન્દ્ર પટેલ

દીકરીયાળ (જિતેન્દ્ર પટેલ; ‘૨૦૦૧ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. રમણ સોની, ૨૦૦૨) જેરામ-સમુને સાત દીકરિયુંનો ઘાઘરિયો ઘેર છે. એમનાં ટાણાંપ્રસંગ ઉકેલવામાં કંતાઈ જવાયું છે. એમની નાનકી બે-જીવી છે. એનું કાંઈ પચ્ચી-પચ્ચાસમાં પૂરું નથી થવાનું - આ અભાગણિયું જીવવા નહીં દે - એમ મૂંઝાતી સમુને જેરામ નાનીને ઘરેથી આવેલો કાગળ વાંચી સંભળાવતાં, નાનીનો દીકરો વળી ગયો - એને સારા સમાચાર ગણે છે – ત્યારે સમુ કહે છે હવે આગળ બોલશો મા, હું યે મનેખ છું. મને ય રુદિયું છે... વિપન્નતાથી રહેસાંતી સમુ મૂએલા ભાણેજડા પાછળ પોક મૂકી રડી પડે છે.
ઈ.