ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ધ/ધૂમ્રસેર
Jump to navigation
Jump to search
ધૂમ્રસેર
ગુલાબદાસ બ્રોકર
ધૂમ્રસેર (ગુલાબદાસ બ્રોકર; ‘બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૭૫) બંગભંગની લડત વેળા ખપી ગયેલા પુત્રના સ્મરણમાં લીન પિતા પોતાને પુછાયેલા એક પુરાણા પ્રશ્ન - ‘મર્દ હતો તો પોતે કેમ ન ગયો?’થી ઉદ્વેગ અનુભવે છે. પુત્રવિયોગે ઝૂરતી પત્ની પાસે, પોતે જ પુત્રનો ખૂની છે એવી એની આત્મઘૃણાયુક્ત કબૂલાતથી અંત પામતી વાર્તામાંનું પિતાનું ગુનાઇત માનસ ધ્યાન ખેંચે એ રીતે નિરૂપાયું છે. ર.
ચં.