ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નકલંક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નકલંક

મોહન પરમાર

નકલંક (મોહન પરમાર; ‘નકલંક’, ૧૯૯૧) મિલની નોકરી છૂટી ગયાથી પત્ની અને દીકરી સાથે ગામમાં પાછા ફરેલા વણકર કાન્તિને મંગળદામુખી કામે રાખે છે. મુખીની પત્ની દીવા અને બાલમિત્ર કાન્તિ પરસ્પર આકર્ષાય છે. મુખીની ગેરહાજરીમાં નક્કી કરેલી મિલનની રાત્રે ભજનમાં લીન કાન્તિ મળવા જવાનું ટાળે છે અને એ જ રાત્રે દિયર સેંધો દીવાની લાજ લૂંટે છે. વર્ગભેદના સીધા નિર્દેશ વગર વિષયને વિશેષ માવજત આપતી આ દલિત વાર્તા નોંધપાત્ર છે.
ચં.