ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નવો કાયદો
નવો કાયદો
ભૂપેશ અધ્વર્યુ
નવો કાયદો (ભૂપેશ અધ્વર્યુ; ‘હનુમાનલવકુશમિલન’, ૧૯૮૨) રેલવે ફાટકના બંધ થવાથી પડતી મુશ્કેલીની આ કથામાં, અદના માણસની મન-મથામણમાં, નવી પદ્ધતિના ફાટકને કારણે, જેમાંથી પગપાળા માણસ આવજા કરી શકતા હતા એ ગોળ ફરતું ચક્કરડું બાદ થઈ જતાં ઉમેરાતી વિટંબણા એની નિયતિને ઓર ઘેરી ગાઢી બનાવે છે. વાર્તાની કથનશૈલીથી નીપજતું હાસ્ય પેલા વિડંબનને સઘન બનાવે છે.
ર.