ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નાગ

નાગ

જયંત ખત્રી

નાગ (જયંત ખત્રી; ‘ખરા બપોર’, ૧૯૬૮) નાગ પકડવામાં પાવરધો કાનો કાશીને પરણે છે અને આફ્રિકાથી કમાઈને આવેલા મેઘજી જોડે એને વેર બંધાય છે. મેઘજી રસ્તામાં કાશીને આંતરે છે પણ માણસનો બોલાશ સાંભળતાં જવા દે છે. સર્પદંશથી કાનજીનું મોત થયું છે એવી મેઘજીની વાત ગામ માની લે છે પણ કાશીને શંકા છે. એ લાલજી વાદી પાસે સાપ પકડતાં શીખે છે અને નવા પકડેલા સાપથી મેઘજીને ડરાવે છે. હેબતનો માર્યો મેઘજી મરી જાય છે. વિધવા કાશીની નાગક્રીડા અને મેઘજીની સર્પભીતિનું નિરૂપણ અલગ તરી આવે છે.
ર.