ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પદ્મા તને

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પદ્મા તને

સુરેશ હ. જોષી

પદ્મા તને (સુરેશ હ. જોષી, ‘ન તત્ર સૂર્યો ભાતિ’, ૧૯૬૭) પદ્માને સંબોધીને થતી નાયકની એકોક્તિ રૂપે રજૂ થયેલા કથાનકમાં નાયક, પદ્માનું સાધારણતાનું કવચ ભેદવા ઈચ્છે છે અને એ માટે જળના સંદર્ભને ઉત્તમ ગણે છે. નાયિકાના અને જળના જુદા જુદા સંદર્ભો વચ્ચે વાર્તા વિકસી છે.
ચં.