ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પરદુ:ખભંજન પ્રજા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પરદુ:ખભંજન પ્રજા

મસ્તફકીર

પરદુ:ખભંજન પ્રજા (મસ્તફકીર; ‘મસ્તફકીરની મસ્તી’, ૧૯૨૬) શામુશા ટાપુની ભોળી પ્રજા પોતાના સમૃદ્ધ આધારસ્ત્રોતોને વિસરી જઈ કઈ રીતે વિદેશી પરિબળોથી શોષણ પામે છે એની કથા અંતર્ગત હિંદુસ્તાનની તત્કાલીન સ્થિતિ સંદર્ભે એની પ્રજા પરત્વેનાં કટાક્ષ અને વક્રતા છૂટાં રાખવાનો લેખકનો પ્રયત્ન સરવાળે ટક્યો છે. પ્રારંભકાલીન ટૂંકી વાર્તામાં કટાક્ષચિત્રનો આ પ્રયોગ ધ્યાન ખેંચનારો છે.
ચં.