ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પરિવર્તન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પરિવર્તન

રમણલાલ વ. દેસાઈ

પરિવર્તન (રમણલાલ વ. દેસાઈ; ‘પંકજ, ૧૯૩૫) માત્ર વાળ ઓળવાની રીતના ગમાઅણગમાને કારણે છૂટાં પડેલાં રમા અને વિનોદરાય પંદર વર્ષે વિનોદરાયની બીમારીના નિમિત્તે કાયમી ભેળાં થાય છે એવું નિરૂપણ કરતી વાર્તા વિયોગાવસ્થામાં પણ પતિ-હૃદયે રહેલા પત્નીના અમિટ સ્મરણનું આલેખન કરે છે.
ર.