ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બટુકનો બાપ કોણ?
Jump to navigation
Jump to search
બટુકનો બાપ કોણ?
કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ
બટુકનો બાપ કોણ? (કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ; ‘મારી વીસ વાતો’, ૧૯૧૯) પાંચ વર્ષના બાળક બટુક સાથે એક અજાણી બાઈનો નરોડામાં થતો વસવાટ ગામલોકમાં ચર્ચાનો વિષય બને છે પણ ગામના ધનવાન મણિલાલ કારખાનાવાળા હિંમત કરી કુંવારી માતાનો સ્વીકાર કરે છે અને બટુકનો બાપ બને છે - એવા વાર્તાવસ્તુની રજૂઆત કુતૂહલ જાળવીને કરવામાં આવી છે. અહીં આરંભની વિકસતી ટૂંકી વાર્તાનાં કેટલાંક લક્ષણો જોઈ શકાય છે.
ચં.