ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બદલી

બદલી

મણિલાલ હ. પટેલ

બદલી (મણિલાલ હ. પટેલ: ‘રાતવાસો’, ૧૯૯૪) સાટું દઈને વરેલાં અંબા અને રાવજી માસ્તરની ફારગતી, અંબાના ભાઈને એની અભણ વહુ સુખી નથી ગમતી એટલે, અંબા-રાવજીને પૂછ્યા વિના કરી દેવાય છે. ખેડૂત રવજી એની નવી પરણેતર બેજીવી અંબાને ખાટલે-પાટલે સાચવે છે. બદલી થતાં રવજીને ગામ આવેલા રાવજી માસ્તરને અંબા ફેરબદલી કરાવવા કહે છે ને આમ થવામાં કોનો વાંક - એવું વિચારતી મૂંઝાય છે. બે પુરુષ વચ્ચે વહેરાતી સ્ત્રીની લાગણીને લેખકે સાદગીભરી સચોટતાથી નિરૂપી છે.
ર.