ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બાંશી નામની એક છોકરી
Jump to navigation
Jump to search
બાંશી નામની એક છોકરી
મધુ રાય
બાંશી નામની એક છોકરી (મધુ રાય; મધુ રાયની શ્રેષ્ઠ વાર્તાઓ, ૧૯૮૭) સાયકૉલૉજી સાથે બી.એ. ઑનર્સ કરતો નાયક તેની સહાધ્યાયિની બાંશી સાથે મૈત્રીથી વિશેષ સંબંધ અનુભવે છે પણ ગરીબ માસ્તર તરીકે બાંશીની સાથેના વિવાહનાં સપનાં ન જોવાય એવી વાસ્તવિકતાનું પણ એને ભાન છે. છતાં રોજિંદા જીવનની કોઈ ઉદાસ ક્ષણે બાંશી અનાયાસ યાદ આવી જશે -એવી સમતુલા સાધતી વાર્તામાં નાયકની વિપન્નાવસ્થા અને આશાવાદ સરસ રીતે વણાયાં છે.
ર.