ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બાયડી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બાયડી

દીવાન ઠાકોર

બાયડી (દીવાન ઠાકોર, ‘પ્રવેશદ્વાર’, ૨૦૦૬) ચંપા તનતોડ મહેનત-મજૂરી કરીને ઘર-ખેતર સાચવે છે. પણ પતિથી રિસાઈને પિયર ચાલી ગયેલી ચંપા પતિની બીમારીની જાણ થતાં પાછી આવીને હતાશ થયેલા પતિને કહે છે: “મરે તમારા દશમન, જમરાજા આવશે તોય હું ઇમને પાછા વાળીશ.” પતિએ પૂછેલા પ્રશ્ન: “તું તો સતી-સાવિત્રી ખરી નઅ? તારી વાત જમરાજા મોંનશે?”નો ઉત્તર ચંપા આમ આપે છે: “ભલે હું સતી-સાવિત્રી નથી પણ તમારી બાયડી સું.” એક કર્મઠ, પ્રેમાળ અને હઠીલી સ્ત્રીનું સાદુંસીધું ચરિત્ર વાર્તાને ભરતીઓટનો વેગ આપે છે.
ર.