ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બીજો ડાઘ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બીજો ડાઘ

દિલીપ રાણપુરા

બીજો ડાઘ (દિલીપ રાણપુરા; ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૭૫) તૃપ્તિના હોઠ પરનો ડાઘ વિસ્તરીને હડપચી તરફ વધે છે એની સાથે સાથે પતિ સુધીરના કોઈ પણ પ્રેમભર્યા વર્તનને એ બનાવટ માનવા તરફ આગળ ને આગળ વધે છે – આ સંદર્ભમાં પત્નીના બદલાતા મનોભાવની છબીને ઝીલવાનો પ્રયત્ન સંવેદનશીલ છે.
ચં.