ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ભ/ભાવનાશીલતા

ભાવનાશીલતાચુનીલાલ વ. શાહ

ભાવનાશીલતા (ચુનીલાલ વ. શાહ; ‘વર્ષા અને બીજી વાતો’, ૧૯૫૫) પતિથી અલગ રહેતી સુમિત્રાને વીસ વરસે જાણ થાય છે કે તે વિધવા થઈ છે અને પતિનો વીમો પાકતાં નાણાં મેળવવા માટે તેની જરૂર છે. સુમિત્રાની સાથે રહેતાં એનાં ફઈબા, સુમિત્રા એના દિયરની વાતોમાં આવી જઈ પૈસા એને ન આપી દે - એવી સલાહ આપે છે પણ સુમિત્રા દિયરને મળતાં જ બન્નેની મનોવૃત્તિને પારખી લઈ દસ હજાર રૂપિયા દિયરની પુત્રીના લગ્ન નિમિત્તે આપી દે છે. સ્વજનોની લોભવૃત્તિ અને ઇતરજનોના નિ:સ્વાર્થીપણાનું નિરૂપણ કરતી આ વાર્તા પ્રસ્તારી છે.
ર.