ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મળવું
Jump to navigation
Jump to search
મળવું
બહાદુરભાઈ જ. વાંક
મળવું (બહાદુરભાઈ જ. વાંક; ‘પીછો’, ૧૯૮૮) એક બાજુ સંબંધ બાંધવા ઇચ્છુક વ્યક્તિ અને બીજી બાજુ સંબંધ તરફ ઉદાસીન વ્યક્તિ એમ બે ભિન્ન વૃત્તિના તણાવમાંથી જન્મેલી આ વાર્તાની રજૂઆત નોખી છે. યંત્રસંસ્કૃતિ વચ્ચે ઇચ્છવા છતાં ન બંધાઈ શકાતો સંબંધનો દોર વાર્તાનું વિસ્તારબીજ છે.
ચં.