ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મારી નીની
Jump to navigation
Jump to search
મારી નીની
વર્ષા અડાલજા
મારી નીની (વર્ષા અડાલજા; ‘એંધાણી’, ૧૯૮૯) મમ્મી-પપ્પાના છૂટાછેડાના કેસને કારણે શાંતાફોઈને ત્યાં રહેતી નંદિતા - નીનીને એવી હૂંફ સાંપડે છે જે પોતાના વિશાળ, સુશોભિત ઘરમાં, અઢળક રમકડા વચ્ચે ક્યારેય નથી મળી. કેસ પૂરી થતાં નંદિતાને લેવા મમ્મી આવવાની છે - એ સાંભળી તે મૂંઝવણ અનુભવે છે. મમ્મી સાથે એનું ભવિષ્ય ઉજ્જ્વળ છે એવું ફોઈ સમજાવે છે પણ નીની તો ફોઈ સાથે જ રહેવાનો નિર્ણય કરે છે. ફોઈ ભીના અવાજે બોલી ઊઠે છે ‘મારી નીની’. વર્તમાન-ભૂતકાળની સહોપસ્થિતિ દ્વારા નીનીની સંવેદના વ્યક્ત થઈ છે.
પા.