ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મૂંજડાનો ધણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મૂંજડાનો ધણી

ગોરધન ભેંસાણિયા

મૂંજડાનો ધણી (ગોરધન ભેંસાણિયા: ‘ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ’, સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) મૂંજડો બળદ એના પાલક કાનજીભાઈનો માનીતો છે પણ દુકાળમાં ય મૂંજડો જીવતો તો રહેશે એ આશ્વાસનથી એને માલધારીને સોંપે છે. માલિક વગર ભૂખ્યો-તરસ્યો રહેલો મૂંજડો ઘરે પાછો આવ્યો છે. રાહતકામના સ્થળેથી દોડતા એને મળવા ગયેલા કાનજીભાઈને મૂંજડાનો મેળાપ થતો નથી. મૃત-મૂંદડાને ભેટી-વળગી પડેલા કાનજીભાઈ પણ મૂંજડાનો સથવારો કરે છે. વાર્તામાં તળપદ પશુપ્રેમનું થયેલું નિરૂપણ અત્યંત લાઘવપૂર્ણ અને પ્રતીતિજન્ય છે.
ર.