ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રમત
Jump to navigation
Jump to search
રમત
દશરથ પરમાર
રમત (દશરથ પરમાર; ‘ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ’, સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) એક વારનો જોરાવર હેમતાજી દારૂ અને અવસ્થાને કારણે પાયમાલ થઈ ગયો છે પણ વટનો માર્યો જુવાનિયાઓની સાથે જઈ જૂની ફાવટથી સસલું પકડે છે ને એને હથેળીમાં ઢબૂરવા ચત્તું કરે છે તો ખબર પડે છે એ તો ગાભણી - સજીવી સસલી છે - એ જ પળે, પોતે જેની લાજ લૂંટી હતી એ વિધવા લંકા વહુએ બેજીવી થતાં કૂવો પૂર્યો હતો એ વાત એને યાદ આવે છે ને હેમતાજી સસલીને માથે ટપલી મારીને રમતી મૂકી દે છે. ભરાડી માણસનાં સંવેદનો અહીં કલારૂપ પામ્યાં છે.
ઈ.