ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લાડકો રંડાપો
લાડકો રંડાપો
ઝવેરચંદ મેઘાણી
લાડકો રંડાપો (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ’ ભાગ-૨, ૧૯૪૨) પતિ ગુલાબનું મૃત્યુ થતાં વહુએ લાડકો રંડાપો પાળવા ખૂણો પાળવાનો છે. કઈજીની આગેવાની નીચે લાડકા રંડાપાની તૈયારી થાય છે. વહુએ પ્રાતઃકર્મો પણ એમની આજ્ઞાનુસાર જ કરવાનાં રહે છે. સત્યાગ્રહ-આંદોલનમાંથી પાછો ફરેલો દિયર હિંમત ભાભીની દારુણ સ્થિતિનો સાક્ષી છે. ફઈને તથા ભાભીના બાપને ભગાડી મૂકી, ભાભીને મહિનોમાસ બહાર ફેરવી, વતનમાં વછિયાતો, વિદ્યાર્થીઓ માટે વીશી શરૂ કરીને હિંમત ભાભીને ફરી વાર જીવતી કરે છે. રૂઢિગત જડતા અને વિવશતાનું નિરૂપણ વ્યંગની તીખી ધાર ધરાવે છે.
ર.