ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લિફ્ટ

લિફ્ટ

રાજેન્દ્ર પટેલ

લિફ્ટ (રાજેન્દ્ર પટેલ; ‘૨૦૦૨ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. હિમાંશી શેલત, ૨૦૦૩) દસમા માળે રહેતા કથાનાયક ‘હું’નું લિફ્ટ માટેનું તેમ જ લિફ્ટમાં મળી જતી સુંદર કન્યા માટેનું આકર્ષણ એને લિફ્ટ તથા કન્યા સાથે એકાકાર કરી દે છે. વરસાદી દિવસોમાં લિફ્ટમાં થયેલા અકસ્માતથી કન્યાના થયેલા મૃત્યુથી નાયકના મનમાં લિફ્ટ માટે નકાર જન્મે છે પણ સ્વપ્નાવસ્થામાં એ કન્યા સાથે માણેલી આનંદલોકની યાત્રાથી પેલો નકાર ફરી લિફ્ટના સ્વીકારમાં પરિણમે છે. વાસ્તવ, ઝંખના અને સ્વપ્ન-તરંગ રૂપે નિરૂપાતી વાર્તામાં માનવચેતનાની આત્મલક્ષી ગતિશીલતા અને પરિવર્તનશીલતા ઊપસી આવી છે.
પા.