ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લીલો ફણગો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
લીલો ફણગો

ઘનશ્યામ દેસાઈ

લીલો ફણગો (ઘનશ્યામ દેસાઈ; ‘ટોળું’, ૧૯૭૭) મરણાસન્ન વૃદ્ધ એક તરફ મૃત્યુના સ્વાભાવિક લીલા ફણગાની રાહ જુએ છે, તો બીજી તરફ દુન્યવી જગતથી ત્રાસી જઈ પોતાનું જર્જરિત મકાન તૂટી પડે અને સઘળો અંત આવી જાય એવી અસાહજિક કામના સેવે છે. મકાન તૂટી પડતાં પડોશીના શા હાલ થાય તેનાં સંક્ષિપ્ત પણ લિજ્જતભર્યાં વર્ણનો વચ્ચે ડોકિયું કરતી વૃદ્ધની આત્મહત્યાની કામના વાર્તાને સઘન બનાવે છે.
ર.