ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વિઝિટ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વિઝિટ

પ્રવીણસિંહ ચાવડા

વિઝિટ (પ્રવીણસિંહ ચાવડા; ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા’-૨, સં. રઘુવીર ચૌધરી, ૧૯૯૯) અગવડ કે મુશ્કેલીના પ્રસંગે અનિવાર્ય જરૂરિયાત રૂપે ઘરે ઘરે બોલાવાતાં ‘ડોશી’ની વિઝિટો વચ્ચેના સમયનું લાઘવપૂર્ણ આલેખન કરીને વાર્તાકાર ડોશીના જીવનના કારુણ્યને પ્રગટાવે છે. અવસાનને કારણે વેરવિખેર થઈ ગયેલા ચંપકલાલના ઘરને સંભાળી લેનાર ડોશી ભાવવવિહીન ચહેરે યંત્રવત્ કામ કર્યે જાય છે. મૃત્યુવાળા ઘરમાં પણ એ નિરાંતે જમી શકે છે. જોકે ડોશીને ઊંઘમાં દેખાતી ભૂતાવળનાં દૃશ્યોથી વાર્તાકારે એમની અંદર ધરબાયેલી પીડાનો સંકેત આપ્યો છે.
પા.